Download our App

Search
Close this search box.

Download our App

મતદાન જાગૃતિ માટે અવનવા બાઈક્સના કાફલાને ફ્લેગ-ઓફ કરાવતા કલેકટરશ્રી

બાઈકર્સ રેલી શેરીએ શેરીએ ૭ મી તારીખે મતદાતાઓને મતદાન કરવા પ્રેરિત કરશે

– કલેકટર શ્રી પ્રભવ જોશી

રોડ સેફટી સાથે મતદાન દ્વારા દેશને મજબૂત કરવા યુવા મતદાતાઓને આહવાન કરતા પોલીસ અધિક્ષક

રાજકોટ તા. ૫ મે – હાર્લી-ડેવિડસન, રોયલ એન્ફિલ્ડ અને અનેક મોડીફાઇડ હાઈ-એન્ડ બાઇકના કાફલાની મીઠી ઘરઘરાટીમાં એક મહત્વનો અવાજ પણ રેસકોર્સ રિંગ રોડ પર આવેલા લોકોને સાંભળવા મળ્યો. ‘આગામી તા. ૭ મી ના રોજ ચોક્કસ મતદાન કરવું જોઈએ’ના મેસેજ અર્થે રાજકોટ ખાતે આયોજિત બાઈકર્સ રેલીમાં અનેક યુવાઓએ ભાગ લીધો હતો. આ રેલીને જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રભવ જોશી અને પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોર દ્વારા રેસકોર્સ બહુમાળી ભવન ખાતેથી ફેલગ ઓફ કરી પ્રસ્થાન કરાવાયું હતું.  .

રેસકોર્સથી અટલ સરોવર સુધીની આ રેલીના પ્રસ્થાન વેળાએ કલેકટરશ્રી પ્રભવ જોષીએ રેલીના ઉદેશ અંગે જણાવ્યું હતું કે, બાઈકર્સ દ્વારા શેરીએ શેરીએ ૭ મી ના રોજ મતદાન કરવા જવાનો મેસેજ લોકો સુધી પહોંચાડી વધુને વધુ લોકો મતદાન કરવા પ્રેરણા પૂરી પાડવી.

આ તકે પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠોરે યુવાઓને જણાવ્યું હતું કે, રોડ ટ્રીપમાં જેમ આપણે સેફટી પ્રત્યે સજાગ રહીએ છીએ તેમ જ દેશને સશક્ત કરવા માટે સૌ યુવાઓએ મતદાન કરવું જોઈએ.

મતદાન જાગૃતિ અર્થે કાર્યરત સ્વીપ દ્વારા આજ રોજ એડ.ડી. કસ્ટમ્સના સહયોગથી રેસકોર્સ રિંગરોડ, મહિલા કોલેજ ચોક, કોટેચા ચોક, શ્રી રામ બ્રીઝ કે.કે.વી. સર્કલ, કટારીયા ચોકથી અટલ સરોવર રૂટ પર બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૭૦ જેટલા હાઈ-એન્ડ બાઈક સાથે યુવાઓ રેલીમાં જોડાયા હતાં તેમજ અન્ય ૪૦ થી વધુ બાઈક ચાલકો સહભાગી બન્યા હતાં.

આ તકે સ્વીપના નોડલ ઓફિસર શ્રી જીજ્ઞાશાબેન ગઢવી, એ.ડી. કસ્ટમ્સના શ્રી આદિત્ય, ભરતસિંહ પરમાર સહીત ચૂંટણી શાખાના કર્મચારીઓ કાર્યક્રમમાં જોડાયા હતાં.

Sanatan News Gujarat
Author: Sanatan News Gujarat

કલમ ધારદાર, ખબર ની આર પાર