વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉમેદવારી પત્ર ભરતા પહેલા ગંગા સપ્તમી નિમિત્તે અસ્સી ઘાટ ખાતે ગંગામાં પવિત્ર ડૂબકી લગાવશે. આ પછી તેઓ બાબા કાલ ભૈરવની વિશેષ પૂજા કરશે અને ભગવાનના આશીર્વાદ લેશે. આ પછી પીએમ કલેકટર કચેરીએ જઈને ઉમેદવારી નોંધાવશે. વારાણસીમાં ઉમેદવારી પત્ર ભર્યા બાદ પીએમ ભવ્ય રોડ શો કરશે.

અસ્સી ઘાટ પર ગંગામાં પવિત્ર સ્નાન કરશે પીએમ મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉમેદવારી પત્ર ભરતા પહેલા ગંગા સપ્તમી નિમિત્તે અસ્સી ઘાટ ખાતે ગંગામાં પવિત્ર ડૂબકી લગાવશે. આ પછી તેઓ બાબા કાલ ભૈરવની વિશેષ પૂજા કરશે અને ભગવાનના આશીર્વાદ લેશે. આ પછી પીએમ કલેકટર કચેરીએ જઈને ઉમેદવારી નોંધાવશે. વારાણસીમાં ઉમેદવારી પત્ર ભર્યા બાદ પીએમ ભવ્ય રોડ શો કરશે. રોડ શો બાદ પીએમ મોદી 501 કમળના ફૂલ સાથે બાબા વિશ્વનાથની ખાસ વિધિ કરશે.
ગંગા સપ્તમી પર પુષ્ય નક્ષત્રમાં નામાંકન
જણાવી દઈએ કે ગંગા સપ્તમીના દિવસે પીએમ નરેન્દ્ર મોદી પુષ્ય નક્ષત્રમાં નામાંકન ભરી રહ્યા છે. જેનું વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે ગંગા સપ્તમીના દિવસે ગંગા આ પૃથ્વી પર આવી હતી. પ્રશાસન પીએમ મોદીના ગંગા સ્નાનની તૈયારીઓને અંતિમ રૂપ આપી રહ્યું છે.
સ્વાગત માટે 20 હજાર કિલોના ફૂલો મંગાવાયા
પીએમ મોદીના રોડ શોની વાત કરીએ તો પીએમનો ભવ્ય કાફલો બીએચયૂ ગેટની સામે મહામનાજીની પ્રતિમાથી શરૂ થશે અને કાશી વિશ્વનાથ મંદિર જશે. જણાવવામાં આવી રહ્યું છે કે પીએમનું ફૂલોથી સ્વાગત કરવા માટે લગભગ વીસ હજાર કિલો ફૂલોનો ઓર્ડર આપવામાં આવ્યો છે. આ સમારોહમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતાઓ સામેલ થશે. વારાણસીમાં ઉમેદવારી પત્ર ભર્યા બાદ પીએમ મોદી ઝારખંડની મુલાકાત લેશે. જ્યાં તેઓ ચૂંટણી રેલીને સંબોધિત કરશે.
Author: Sanatan News Gujarat
કલમ ધારદાર, ખબર ની આર પાર



