IPL 2024ની 60મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે મુંબઈ ઈન્ડિયન્સને 18 રનથી હરાવી પ્લેઓફ માટે ક્વોલિફાય કર્યું હતું. વરસાદને કારણે 16-16 ઓવરની રમાયેલ મેચમાં KKRએ MIને જીતવા 158 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેની સામે મુંબઈ 139 રન જ બનાવી શકી અને આ જીત સાથે કોલકાતા નાઈટ રાઈડર્સ IPL 2024માં પ્લેઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઈ હતી.

ઈડન ગાર્ડન્સમાં રમાયેલી આ મેચ વરસાદને કારણે 16-16 ઓવરની કરવામાં આવી હતી. પ્રથમ બેટિંગ કરતા કોલકાતાએ 157 રન બનાવ્યા જેમાં વેંકટેશ અય્યરે સૌથી વધુ 42 રન બનાવ્યા.

જવાબમાં મુંબઈ તેની 16 ઓવરમાં માત્ર 139 રન જ બનાવી શકી હતી. આન્દ્રે રસેલ અને વરુણ ચક્રવર્તીએ 2-2 વિકેટ લઈને ટીમને જીત અપાવવામાં મોટી ભૂમિકા ભજવી હતી. કોલકાતા પ્લેઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની છે.

મુંબઈને છેલ્લી ઓવરમાં 22 રનની જરૂર હતી પરંતુ હર્ષિત રાણાએ પ્રથમ બોલ પર નમન ધીરને અને ત્રીજા બોલ પર તિલક વર્માને આઉટ કરીને રમતનો અંત આણ્યો હતો.
રામ કી નગરીમાં પીએમ મોદીએ કર્યો રોડ શો, 140 કરોડ ભારતીયોની ભલાઈ માટે ભગવાન શ્રી રામને કરી પ્રાર્થના
કોલકાતાના 12 મેચમાં 18 પોઈન્ટ છે અને ટીમ પહેલા પ્લેઓફમાં પહોંચી છે. પ્લેઓફની રેસમાંથી પહેલેથી જ બહાર થઈ ગયેલી મુંબઈ ઈન્ડિયન્સને તેની 13મી મેચમાં નવમી હારનો સામનો કરવો પડ્યો હતો.
Author: Sanatan News Gujarat
કલમ ધારદાર, ખબર ની આર પાર



