Download our App

Search
Close this search box.

Download our App

શા માટે દુનિયાના બીજા સૌથી ધનિક વ્યક્તિએ શેર કર્યું આ નિવેદન

Elon Musk: એલન મસ્કે પોતાની પોસ્ટથી ફરી એકવાર સોશિયલ મીડિયા પર નવી ચર્ચા જગાવી છે. અમેરિકા અને યૂરોપીય દેશોમાં ચાલી રહેલી હિંસા વચ્ચે એલન મસ્કે યૂએઈના વિદેશ મંત્રીનો 2017નો વીડિયો શેર કરતા એક ખાસ મેસેજ લખ્યો છે. આ પહેલીવાર નથી જ્યારે યુએઈના વિદેશ પ્રધાનનું નિવેદન આ રીતે શેર કરવામાં આવી રહ્યું છે. આ પહેલા પણ આ વીડિયોની ઘણી ચર્ચા થઈ ચૂકી છે.

ખાડીના મંત્રીનું 7 વર્ષ જૂનું નિવેદન, જે પશ્ચિમી દેશોને પરેશાન કરે છે! એલોન મસ્કે પણ ધ્યાન ખેંચ્યું

એલોન મસ્કે નવી ચર્ચા શરૂ કરી

શેખ અબ્દુલ્લા બિન ઝાયદનો આ વીડિયો 2023માં ફ્રાંસના રમખાણો દરમિયાન પણ શેર કરવામાં આવ્યો હતો. હવે ફરી એકવાર એલનના આ વીડિયોને શેર કર્યા બાદ એક નવી ચર્ચા શરૂ થઇ ગઇ છે. X પર કેટલાક યુઝર્સે વીડિયો સાથે સહમતી દર્શાવી છે. તો કેટલાક લોકોએ પશ્ચિમમાં ફેલાયેલા તણાવ માટે મધ્ય પૂર્વ અને આફ્રિકી દેશોના શરણાર્થીઓને જવાબદાર ગણાવ્યા છે.

હવે સસ્તી મળશે ફ્લાઈટ ટિકિટ, DGCA દ્વારા નવી ગાઈડલાઈન બહાર પડાઈ, જાણો ફેરફાર અંગે

પીએમ મોદી બે દિવસમાં

આ ક્લિપમાં શેખ અબ્દુલ્લાહ બિન ઝાયેદ 2017માં યુરોપિયન દેશોમાં માઇગ્રન્ટ્સ પર આયોજિત એક કોન્ફરન્સમાં બોલી રહ્યા હતા. જેમાં તેમણે કટ્ટરપંથીઓ, ઉગ્રવાદીઓ અને આતંકીઓને ચેતવણી આપી હતી. 2023 માં આ જ વીડિયો શેર કરતા, ઘણા વપરાશકર્તાઓએ ફ્રાન્સમાં થયેલી હિંસા માટે સ્થળાંતર કરનારાઓ અને મોટાભાગના મુસ્લિમોને દોષી ઠેરવ્યા હતા.

કોણ છે શેખ અબ્દુલ્લા?

અબુધાબીમાં જન્મેલા શેખ અબ્દુલ્લા બિન ઝાયદ યુએઈના સંસ્થાપક જાયદ બિન સુલતાન અલ નાહ્યાનના પુત્ર છે અને હાલ તેઓ યુએઈના વિદેશ મંત્રી છે. તે ૨૦૨૦ માં ઇઝરાઇલ સાથે યુએઈના ઇબ્રાહિમ કરારનો પણ ભાગ હતો. તે ઘણીવાર પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે, 2019માં પણ તેણે ઈરાનના અધિકારીઓ પર ઈઝરાયેલના હુમલાને યોગ્ય ગણાવ્યો હતો.

બીજેપીના યુવા નેતાની ક્રૂર હત્યા, ધારદાર હથિયારથી કર્યો હુમલો

Sanatan News Gujarat
Author: Sanatan News Gujarat

કલમ ધારદાર, ખબર ની આર પાર