વંદે ભારત ભારતીય રેલવેની સૌથી હાઇટેક ટ્રેન માનવામાં આવે છે. ઘણી વખત ટ્રેનમાં ગરબડ જોવા મળે છે. તાજેતરમાં જ અમદાવાદથી મુંબઇ જઇ રહેલા વંદે ભારતના દરવાજાને તાળા લાગી ગયા હતા. આવી સ્થિતિમાં ટ્રેન લગભગ એક કલાક સુધી સુરત સ્ટેશન પર ઊભી હતી.

ભારતીય રેલવેની સૌથી આધુનિક ટ્રેન ગણાતી વંદે ભારતમાં તાજેતરમાં જ એક ખામી જોવા મળી છે. વંદે ભારત ટ્રેન લાંબા સમય સુધી સુરત રેલવે સ્ટેશન પર ઊભી રહી હતી અને તેના ગેટ ખુલ્યા ન હતા. આ પછી, આખી તકનીકી ટીમ આ કામમાં લાગી ગઈ હતી અને આખરે આ ભૂલ સુધારી લેવામાં આવી હતી. જો કે આ દરમિયાન આખો કલાક વેડફાઈ ગયો હતો.
હવે સસ્તી મળશે ફ્લાઈટ ટિકિટ, DGCA દ્વારા નવી ગાઈડલાઈન બહાર પડાઈ, જાણો ફેરફાર અંગે
માહિતી અનુસાર વંદે ભારત ટ્રેન અમદાવાદથી મુંબઇ જઇ રહી હતી. દરમિયાનમાં અચાનક ટેકનિકલ ખામી સર્જાતાં ટ્રેનને સુરત રેલવે સ્ટેશન પર રોકી દેવામાં આવી હતી. આ સમય દરમિયાન કંટ્રોલ રૂમમાં ટ્રેનના ગેટ ન ખોલવાની ફરિયાદ કરવામાં આવી હતી. ત્યાંથી ટેકનિકલ વિભાગના કર્મચારીઓને તાત્કાલિક મોકલી દેવામાં આવ્યા હતા. તકનીકી વિભાગના સ્ટાફે તરત જ ભૂલને ઠીક કરવાનું કામ શરૂ કર્યું. જણાવવામાં આવી રહ્યું છે કે ટ્રેન સવારે લગભગ 8.20 વાગે સુરત પહોંચી હતી. જે બાદ ટ્રેનને ઠીક કરવામાં લગભગ એક કલાકનો સમય લાગ્યો હતો.
બીજેપીના યુવા નેતાની ક્રૂર હત્યા, ધારદાર હથિયારથી કર્યો હુમલો
મુસાફરોનો શ્વાસ અધ્ધર
આ પહેલા પણ વંદે ભારત ટ્રેનમાં આવી ટેકનિકલ ખામી સર્જાઇ હોવાના સમાચાર મળી ચૂક્યા છે. આ વખતે પણ તે ચર્ચાનો વિષય બની રહ્યો છે. કારણ કે જ્યાં સુધી વંદે ભારત ટ્રેનના દરવાજા ન ખુલ્યા ત્યાં સુધી તેમાં બેઠેલા મુસાફરોના શ્વાસ અધ્ધર થઇ ગયા હતા. દરેક જણ ખૂબ જ અસ્વસ્થ થઈ ગયું. એટલું જ નહીં મુસાફરો ટ્રેનની અંદર લગભગ એક કલાક સુધી ફસાયા હતા.
Author: Sanatan News Gujarat
કલમ ધારદાર, ખબર ની આર પાર



