Atal Sarovar, Rajkot: 1 મે, 2024 ગુજરાતના સ્થાપના દિવસ નિમિત્તે રાજકોટને અટલ સરોવરનું નવું નજરાણું ભેટમાં મળવા જઈ રહ્યું છે. રાજકોટવાસીઓ અટલ બ્રિજના લોકાર્પણની આતુરતાથી રાહ જોઈ રહ્યાં હતા.
રાજકોટ: અટલ સરોવર એ રાજકોટમાં પોતાની એક આગવી ઓળખ ધરાવે છે. આજે આ સરોવર અમદાવાદના રિવરફ્રન્ટને ટક્કર મારે તેવું બની ગયું છે. અહિંયાનો ફાઉન્ટેઈન શો આબેહુબ દુબઈ જેવો છે. 1 મે એટલે ગુજરાત સ્થાપના દિવસ ત્યારે 1 મેના રોજ રાજકોટના અટલ સરોવરને લોકો માટે ખુલ્લુ મુકવામાં આવશે. ત્યારે અટલ સરોવરના ડ્રોન વીડિયો સામે આવ્યા છે. જેના આકાશી દૃશ્યો તમારૂં મન મોહીં લેશે.

રાજકોટવાસીઓ અટલ બ્રિજના લોકાર્પણની આતુરતાથી રાહ જોઈ રહ્યાં હતા. 2 લાખ 93 હજાર ચોરસ મીટરમાં અટલ સરોવરનું નિર્માણ થયું છે. જેમાં અટલ લેક, પાર્કિંગ અને ગાર્ડન સહિતની તમામ સુવિધા છે. અંદાજે 41 કરોડના ખર્ચે અટલ સરોવર પર કલાત્મક એન્ટ્રિ ગેઇટ, બર્ડ આઇલેન્ડ, નેચર પાર્ક, ફૂવારા, પાર્ટી પ્લોટ સહિતની સુવિધા ઊભી કરવામાં આવી છે.
કયો દેશ છે જ્યાં રશિયા પહેલા પરમાણુ હુમલો કરી શકે છે?

રિવરફ્રન્ટને ટક્કર મારે એવું અટલ સરોવર
અટલ સરોવરની સુવિધાની વાત કરવામાં આવે તો અમદાવાદના રિવરફ્રન્ટને પણ ટક્કર મારે તેવું રાજકોટનું અટલ સરોવર છે. જે કોઈ વિદેશના લેક જેવું જ લાગે છે. અહીંના લેસર શોની એક ઝલક જોશો તો તમે જોતા જ રહી જશો. તમે જે આ ડ્રોન વિઝયુઅલ અને ફોટો જોઈ રહ્યાં છો, તે જોઈને તમને વિશ્વાસ નહીં આવે કે આ વીડિયો અને ફોટો રાજકોટના અટલ સરોવરના છે. રાજકોટના અટલ સરોવરમાં રાત પડતા જ રોશનીથી જગમગે છે. અટલ સરોવરના કિનારે DREAM લખવામાં આવ્યું છે. જેની આગળ તમે ઉભા રહીને તમે ફોટો ક્લીક કરાવી શકો છો.
ફાર્મા કંપની એસ્ટ્રાઝેનેકાએ કોરોના રસીની આડઅસરોની કબૂલાત કરી, કહ્યું આ રોગનું જોખમ
Author: Sanatan News Gujarat
કલમ ધારદાર, ખબર ની આર પાર



