સુરત, ઈન્દોર બાદ કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. ઓડિશાના પુરીમાં કોંગ્રેસના ઉમેદવાર સુચરિતા મોહંતીએ ચૂંટણી લડવાનો ઈનકાર કરી દીધો છે.
સુરત, ઈન્દોર બાદ કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. ઓડિશાના પુરીમાં કોંગ્રેસના ઉમેદવાર સુચરિતા મોહંતીએ ચૂંટણી લડવાનો ઈનકાર કરી દીધો છે. મોહંતીએ આરોપ લગાવ્યો છે કે પાર્ટી કોઈ આર્થિક મદદ નથી આપી રહી. પક્ષના ભંડોળ વિના પ્રચાર કરવો મારા માટે શક્ય નથી, તેથી મેં ચૂંટણી લડવાની ના પાડી દીધી છે. હું ટિકિટ પાછી આપું છું. સંબિત પાત્રા અહીંથી ભાજપના ઉમેદવાર છે.
કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલને લખેલા પત્રમાં સુચરિતાએ કહ્યું કે, “પુરી સંસદીય ક્ષેત્રમાં અમારા અભિયાનને ખરાબ અસર થઈ છે કારણ કે પાર્ટીએ મને ભંડોળ આપવાનો ઇનકાર કરી દીધો છે. જ્યારે મેં ઓડિશાના કોંગ્રેસ પ્રભારી ડૉ.અજોય કુમારજીને આ વિશે કહ્યું તો તેમણે સ્પષ્ટ કહ્યું કે તમે જાતે જ વ્યવસ્થા કરો. તમે જાતે જ તેનો બચાવ કરો.
મેં પુરીમાં મારા અભિયાનને મારું સર્વસ્વ આપી દીધું
“હું એક પગારદાર વ્યાવસાયિક પત્રકાર હતી. મેં ૧૦ વર્ષ પહેલાં ચૂંટણીલક્ષી રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. મેં પુરીમાં મારા અભિયાનને મારું બધું જ આપી દીધું છે. મેં પ્રગતિશીલ રાજકારણ માટે જાહેર દાન ઝુંબેશ પણ ચલાવી હતી, પરંતુ તેમાં કોઈ ખાસ સફળતા મળી ન હતી. મેં અભિયાનના અંદાજિત ખર્ચને ઘટાડવાનો પણ પ્રયાસ કર્યો. આ પછી પણ કશું થયું નહીં.
અમારા પક્ષના કેન્દ્રીય નેતૃત્વના તમામ દરવાજા ખટખટાવ્યા અને તેમને પુરી સંસદની બેઠક પર ચૂંટણી પ્રચાર માટે જરૂરી ભંડોળ આપવા વિનંતી કરી. પરંતુ મને કોઈ સપોર્ટ મળ્યો નથી. “તે સ્પષ્ટ છે કે માત્ર ભંડોળની તંગી અમને પુરીમાં અભિયાન જીતવાથી રોકી રહી છે,”
Author: Sanatan News Gujarat
કલમ ધારદાર, ખબર ની આર પાર



