ઉત્તરાખંડની આગ અત્યાર સુધીમાં લગભગ 1100 હેક્ટર જંગલોને લપેટમાં લઇ ચૂકી છે, આ આગના કારણે વધુ નવા સંકટ સામે આવી રહ્યા છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે, આગમાંથી વધેલી ગરમી અને બ્લેક કાર્બનને કારણે ગ્લેશિયર પીગળવાનું જોખમ વધી ગયું છે.

આગને કારણે ઉત્તરાખંડના જંગલોમાં અરાજકતા ફેલાઈ રહી છે. 3 લોકોના મોત થયા છે અને હજારો પ્રાણીઓ બળીને ખાખ થઈ ગયા છે. આગને કારણે અત્યાર સુધીમાં ૧૧૦૦ હેક્ટર જંગલ નિર્જન બની ગયું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં આગના ૮૮૬ કેસ નોંધાયા છે. સતત સળગતી આગને કારણે હવે માત્ર જંગલ જ નહીં પરંતુ સમગ્ર ઇકોસિસ્ટમ ખતરામાં છે. વૈજ્ઞાનિકોએ પણ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર આગના કારણે તાપમાનમાં વધારો થઇ રહ્યો છે, જ્યારે બ્લેક કાર્બન પણ મોટા પ્રમાણમાં છોડવામાં આવી રહ્યો છે. જો આમ જ ચાલતું રહ્યું તો હિમનદીઓ પણ પીગળી શકે છે.
રાત્રે સૂતા પહેલા પણ ન ખાશો આ ફળો
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ આ આગ સમગ્ર ઈકોસિસ્ટમને ખતરામાં નાખી રહી છે. આગને કારણે વધતી ગરમી અને તેમાંથી નીકળતો કાળો કાર્બન હવાના પ્રદૂષણનું કારણ બની રહ્યો છે અને તેના કારણે હવામાં બ્લેક કાર્બનનું પ્રમાણ વધી રહ્યું છે. ભારતના વન સર્વેક્ષણે ઉત્તરાખંડના જંગલોમાં લાગેલી આગની ગંભીરતાને સમજીને અનેક એલર્ટ જાહેર કર્યા છે.
કાળા કાર્બનથી વધી રહેલો ખતરો
વાડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ હિમાલયન જીઓલોજીના ભૂતપૂર્વ વૈજ્ઞાનિક પીએસ નેગીએ કાળા કાર્બનને કારણે ગ્લેશિયર પીગળવા પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે ઉનાળામાં જંગલમાં લાગેલી આગને કારણે બ્લેક કાર્બનમાં વધારો થવાને કારણે હિમાલયના ક્ષેત્રમાં ગ્લેશિયરો ઓગળવાનું જોખમ વધી ગયું છે અને સમગ્ર ઇકોસિસ્ટમ જોખમમાં છે.
મતદાન જાગૃતિ માટે અવનવા બાઈક્સના કાફલાને ફ્લેગ-ઓફ કરાવતા કલેકટરશ્રી
સાથે જ ગ્લેશિયર પીગળવામાં કાળા કાર્બનની ભૂમિકા શું છે તે અંગે વિશ્વ બેંકના એક રિસર્ચમાં ખુલાસો થયો છે. રિપોર્ટ મુજબ જો કોઇ પણ વિસ્તારમાં વધારે પ્રમાણમાં બ્લેક કાર્બન છોડવામાં આવે તો તેનાથી ગ્લેશિયર પીગળવાનો દર વધી જાય છે. તેનું કારણ એ છે કે ગ્લેશિયરની આસપાસ જો કાળો કાર્બન જમા થાય તો સૂર્યપ્રકાશનું પરાવર્તન ઘટે છે, જેના કારણે ગ્લેશિયર ઝડપથી પીગળવા લાગે છે. આનાથી હવાનું તાપમાન પણ વધે છે, જે ગ્લેશિયરના પીગળવાનું પણ એક મોટું કારણ છે.
કુદરતી આપત્તિની પણ શક્યતા
જેસી કુનિયાલ સહિત જીબી પંત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ધ હિમાલયન એન્વાયર્નમેન્ટના સંશોધકોએ હિમાલયના ક્ષેત્રમાં કાળા કાર્બનના સંચયના અનેક સ્ત્રોતો વિશે માહિતી એકઠી કરી છે. જેસી કુનાયલે કહ્યું છે કે, જંગલમાં લાગેલી આગ, સીમાપારથી થતા પ્રદૂષણ અને વાહનોના કારણે વાતાવરણમાં બ્લેક કાર્બનનું પ્રમાણ પણ વધી જાય છે. સાથે જ વિશ્વ હવામાન સંગઠને ચેતવણી પણ આપી છે કે ગ્લેશિયર ઝડપથી ઘટવાના કારણે આ વિસ્તારમાં પ્રાકૃતિક આપદાની સંભાવના વધી રહી છે. જેમાં હિમાલયના તળાવોમાંથી પૂરનું જોખમ પણ વધી રહ્યું છે.
Author: Sanatan News Gujarat
કલમ ધારદાર, ખબર ની આર પાર



