Download our App

Search
Close this search box.

Download our App

લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં સરેરાશ 59.49 ટકા મતદાન, સૌથી વધુ વલસાડમાં, સૌથી ઓછુ અમરેલીમાં

લોકસભાની ગઈકાલ 7મી મેના રોજ યોજાયેલ ચૂંટણીમાં ગુજરાતમાં સરેરાશ કુલ 59.49 ટકા મતદાન થવા પામ્યું છે. જેમા સૌથી વધુ વલસાડમાં અને સૌથી ઓછુ અમરેલી બેઠક પર થવા પામ્યું છે. વલસાડમાં 72.24 ટકા મતદાન થયું છે. જ્યારે અમરેલી બેઠક પર 49.22 ટકા મતદાન નોંધાયુ છે.

અરુણાચલ પ્રદેશના લોઅર સુબાનસિરીમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. નેશનલ સિસ્મોલોજી સેન્ટરના જણાવ્યા અનુસાર, ભૂકંપ આજે વહેલી સવારે 4.55 કલાકે આવ્યો હતો. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.1 માપવામાં આવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેલંગાણામાં જાહેર સભાને સંબોધન કરશે. તેઓ કરીમનગર, વારંગલ, રાજમપેટ અને વિજયવાડામાં જનતાને સંબોધિત કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે એક દિવસીય ઉત્તરપ્રદેશની મુલાકાતે આવશે. આ દરમિયાન તેઓ લખીમપુર ખેરી, હરદોઈ અને કન્નૌજમાં ચૂંટણી રેલીને સંબોધશે.

રાજસ્થાનના બાડમેર લોકસભા ક્ષેત્રમાં બીજા તબક્કામાં મતદાન થયું હતું. અહીંના એક મતદાન મથક પર આજે ફેર મતદાન યોજાશે. કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી આજથી તેમના ભાઈ રાહુલ ગાંધી માટે રાયબરેલીમાં મત માંગશે. કોંગ્રેસની સ્ટાર પ્રચારક પ્રિયંકા ગાંધી, જે અહીં રાયબરેલી-અમેઠી પ્રચાર માટે ધામા નાખશે. તેઓ આજથી પ્રચાર કરશે.

Sanatan News Gujarat
Author: Sanatan News Gujarat

કલમ ધારદાર, ખબર ની આર પાર