Download our App

Search
Close this search box.

Download our App

ટીમ ઈન્ડિયાને મળશે નવો કોચ, BCCI લેવા જઈ રહ્યું છે મોટું પગલું

રાહુલ દ્રવિડ 2021માં પહેલીવાર ટીમ ઇન્ડિયાના કોચ બન્યા હતા. તેણે રવિ શાસ્ત્રીની જગ્યા લીધી હતી. દ્રવિડનો કાર્યકાળ 2 વર્ષનો હતો. આ પછી દ્રવિડનો કાર્યકાળ ટી-20 વર્લ્ડ કપ 2024 સુધી વધારવામાં આવ્યો હતો. પરંતુ હવે બીસીસીઆઇ ટૂંક સમયમાં જ નવા કોચને શોધવા માટે પગલાં લેવા જઇ રહ્યું છે.

પુતિનના 3 શબ્દોથી નાટો જૂથમાં ખળભળાટ, યુક્રેનના રાષ્ટ્રપતિએ આ આરબ નેતાને ફોન

ટીમ ઈન્ડિયાને મળશે નવો કોચ, BCCI લેવા જઈ રહ્યું છે મોટું પગલું, જય શાહે રાહુલ દ્રવિડને લઈને કહી આ વાત
ટીમ ઇન્ડિયાના નવા કોચની શોધ શરૂ થવા જઇ રહી છે. બીસીસીઆઇ આ અંગે ટૂંક સમયમાં જ જાહેરાત કાઢવા જઇ રહ્યું છે, જેનો ખુલાસો જય શાહે મુંબઇમાં કર્યો હતો. હાલ ટીમ ઇન્ડિયાના કોચ રાહુલ દ્રવિડ છે. પરંતુ, જૂનમાં યોજાનારા ટી-20 વર્લ્ડકપ બાદ રાહુલ દ્રવિડનો કોન્ટ્રાક્ટ પૂરો થઇ રહ્યો છે, જે બાદ ભારતીય ટીમને નવા કોચની જરૂર પડશે. બીસીસીઆઇના સેક્રેટરી જય શાહે કહ્યું કે, બોર્ડ ટૂંક સમયમાં જ નવા કોચ માટે જાહેરાત બહાર પાડશે.

જય શાહે રાહુલ દ્રવિડ વિશે કહ્યું કે તેમનો કાર્યકાળ જૂનમાં સમાપ્ત થઈ રહ્યો છે. પણ, જો તે ભારતીય ટીમના કોચ તરીકે જારી રહેવા માગતો હોય તો તે ફરી અરજી પણ કરી શકે છે. બીસીસીઆઇના સેક્રેટરીએ વધુમાં જણાવ્યું હતું કે, હેડ કોચની પસંદગી થયા બાદ તેમની સલાહ પ્રમાણે કોચિંગ સ્ટાફના અન્ય સભ્યો જેવા કે બેટીંગ કોચ, બોલિંગ કોચ, ફિલ્ડિંગ કોચ અંગેનો નિર્ણય લેવામાં આવશે. શાહે આ વાટાઘાટો દરમિયાન વિદેશી કોચની શક્યતાને પણ નકારી કાઢી નહતી.

ટીમ ઈન્ડિયાને મળશે નવા મુખ્ય કોચ

“અત્યારે હું કહી શકું તેમ નથી કે નવો કોચ ભારતીય હશે કે વિદેશી. આ નિર્ણય ક્રિકેટ સલાહકાર સમિતિ લેશે. જોકે તેમણે ઈંગ્લેન્ડ અને પાકિસ્તાનની જેમ દરેક ફોર્મેટ માટે અલગ-અલગ કોચ રાખવાની શક્યતા તરફ ઈશારો કર્યો નથી. આ પાછળનું કારણ એ હતું કે ટીમમાં ઘણા બધા ઓલ ફોર્મેટ ખેલાડીઓ હતા. જય શાહના મતે દરેક ફોર્મેટ માટે અલગ-અલગ કોચ હોવાથી આ ખેલાડીઓને એડજસ્ટ થવામાં મુશ્કેલી પડી શકે છે.

કાર્યકાળ ઓછામાં ઓછો 3 વર્ષનો હશે

બીસીસીઆઇના સેક્રેટરીએ સ્પષ્ટ કર્યું હતું કે, ટીમ ઈન્ડિયાના નવા હેડ કોચની પસંદગી લાંબા ગાળા માટે કરવામાં આવશે. તેમનો પ્રારંભિક કાર્યકાળ ઓછામાં ઓછો ૩ વર્ષનો રહેશે. રાહુલ દ્રવિડની પહેલી ટર્મ 2 વર્ષ માટે હતી. વર્ષ 2021માં તેમણે રવિ શાસ્ત્રીની જગ્યાએ ટીમ ઇન્ડિયાની કમાન સંભાળી હતી. દ્રવિડનો પ્રથમ કાર્યકાળ વનડે વર્લ્ડ કપ 2023 માટે હતો. પરંતુ, આ પછી, તેમનો કાર્યકાળ ફરીથી ટી 20 વર્લ્ડ કપ 2024 સુધી લંબાવવામાં આવ્યો હતો.

Sanatan News Gujarat
Author: Sanatan News Gujarat

કલમ ધારદાર, ખબર ની આર પાર