રશિયામાં વિજય દિવસના અવસર પર રાષ્ટ્રપતિ પુતિને સેનાને પરમાણુ અભ્યાસ કરવાનો આદેશ આપ્યો હતો. આ સાથે જ પુતિને કહ્યું કે, આપણું પરમાણુ દળ ‘હંમેશા’ એલર્ટ પર છે. પુતિને પોતાના સંબોધન દરમિયાન પરમાણુ શક્તિનો પણ ઉલ્લેખ કર્યો હતો. જે બાદ યુક્રેનમાં હલચલ મચી ગઈ હતી.
ભારતમાં હિન્દુઓની સંખ્યા ઘટે છે, મુસ્લિમોની વસ્તીમાં આટલો વધારો

બીજા વિશ્વ યુદ્ધમાં નાઝી જર્મની પર જીતની ખુશીમાં રશિયાનો વિજય દિવસ ઉજવવામાં આવે છે. આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિ પુતિને વારંવાર યુક્રેન સામેની વર્તમાન લડાઈને “નાઝીવાદ” સામેની લડાઈ તરીકે વ્યાખ્યાયિત કરી હતી. આ સાથે જ પુતિને કહ્યું કે, આપણું પરમાણુ દળ ‘હંમેશા’ એલર્ટ પર છે. સતત પરમાણુ હુમલાની ધમકી આપી રહેલા રશિયાના આ નિવેદનથી ખળભળાટ મચી ગયો હતો. યુક્રેનના રાષ્ટ્રપતિએ આ ફોન સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સને આપ્યો હતો.
પુતિને શું કહ્યું
“રશિયા વૈશ્વિક ટકરાવને રોકવા માટે બધું જ કરશે, પરંતુ તે જ સમયે અમે કોઈને પણ અમને ધમકી આપવા દઈશું નહીં. તેમણે કહ્યું કે, “રશિયા હાલમાં મુશ્કેલ, કટોકટીભર્યા સમયમાંથી પસાર થઈ રહ્યું છે અને રશિયાનું ભવિષ્ય આપણામાંના દરેક પર નિર્ભર છે.”
પુતિને પોતાના સંબોધન દરમિયાન પરમાણુ શક્તિનો ઉલ્લેખ કર્યો હતો. તમને જણાવી દઇએ કે, હાલમાં જ પુતિન અમેરિકા સાથે હથિયારો ઘટાડવાની સમજૂતી, પરમાણુ પરીક્ષણ પ્રતિબંધ સંધિમાંથી બહાર નીકળી ગયા છે.
અક્ષય તૃતીયાના 4 દિવસ પહેલા સોનાના ભાવમાં થયો વધારો, બેંગલુરુથી લઈને બરોડા સુધી આટલી કિંમત
પુતિને પરમાણુ કવાયતનો આદેશ આપ્યો
આ સપ્તાહની શરૂઆતમાં સત્તા સંભાળ્યા બાદ પુતિને રશિયન સેના અને નૌકાદળ તેમજ યુક્રેન નજીક સ્થિત સૈનિકોની સાથે પરમાણુ કવાયતનો આદેશ આપ્યો હતો. જેના કારણે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે પુતિન યુદ્ધ દરમિયાન પરમાણુ હથિયારોનો ઉપયોગ કરી શકે છે. આ સાથે જ પુતિને પોતાની સેનાના હથિયારોને પણ આધુનિક બનાવવાની વાત કરી હતી. તેમણે સેનાના કમાન્ડરો સાથેની બેઠકમાં કહ્યું, “આધુનિક સૈન્ય તકનીક ખૂબ જ ઝડપથી બદલાઈ રહી છે, જો આપણે સફળ થવું હોય તો આપણે હંમેશાં એક પગલું આગળ રહેવું પડશે.”
વિજય દિવસ પર બોલતા પુતિને વારંવાર યુક્રેન સામેની વર્તમાન લડાઈને “નાઝીવાદ” સામેની લડાઈ તરીકે વ્યાખ્યાયિત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, “અમે નિયો-નાઝી તોપમારા અને આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા નાગરિકોને નમન કરીએ છીએ.”
યુક્રેને સાઉદી ક્રાઉન પ્રિન્સને ફોન કર્યો
રશિયાના રાષ્ટ્રપતિ પુટિનની ધમકીઓથી ખળભળાટ મચી ગયો હતો. જે બાદ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ ગુરુવારે સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનને ફોન કર્યો હતો. કોલ દરમિયાન, બંને નેતાઓએ યુક્રેનિયન-રશિયન સંકટને હલ કરવાના પ્રયાસો પર ચર્ચા કરી હતી અને સાઉદી અને યુક્રેન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવાના માર્ગો પર પણ ચર્ચા કરી હતી.
Author: Sanatan News Gujarat
કલમ ધારદાર, ખબર ની આર પાર



