Download our App

Search
Close this search box.

Download our App

સેક્સ સ્કેન્ડલમાં ફસાયેલા રેવન્ના મોટી મુશ્કેલીમાં, SIT ઘરે પહોંચી, 700 મહિલાઓએ લખ્યો પત્ર

Karnataka Sex Scandal Case : કર્ણાટકમાં જેડીએસના નેતા એચ.ડી.રેવન્ના (H.D.Revanna) અને પુત્ર પ્રજ્વલ રેવન્ના (Prajwal Revanna)ના સેક્સ સ્કેન્ડલનો મામલો હાલ દેશભરમાં ચર્ચાઈ રહ્યો છે. આ કેસમાં રોજબરોજ નવા નવા ખુલાસો થઈ રહ્યા છે, ત્યારે એસઆઈટીની ટીમ પ્રજ્વલના વિવાદાસ્પદ વીડિયો કેસની તપાસ કરવા માટે તેના પિતા એચ.ડી.રેવન્નાના હાસલ જિલ્લાના હોલેનારાસીપુરા સ્થિત નિવાસસ્થાને પહોંચી હતી. ત્યાં પોલીસ પંચનામું કર્યા બાદ સ્થળ પર જ પીડિતાઓના નિવેદનો નોંધશે. તો બીજીતરફ આ મામલે મહિલા અધિકારીના એક જૂથની 700થી વધુ મહિલાઓએ રોષ વ્યક્ત કર્યો છે અને પિતા-પુત્ર વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

સેક્સ સ્કેન્ડલમાં ફસાયેલા રેવન્ના મોટી મુશ્કેલીમાં, SIT ઘરે પહોંચી, 700 મહિલાઓએ લખ્યો પત્ર

વંદે ભારત ટ્રેનમાં ટેકનિકલ ખામી! સુરત રેલવે સ્ટેશનનો એક કલાક સુધી ફાટક ન ખુલ્યો, મુસાફરો અટવાયા

કર્ણાટકના મુખ્યમંત્રીએ ઈમરજન્સી બેઠક યોજી

મળતા અહેવાલો મુજબ આજે SITની ટીમ એક ડીવાયએસપી, બે ઈન્સ્પેક્ટર, એક પોલીસ કોન્સ્ટેબલ, સ્થાનિક પોલીસ કર્મચારીઓની ટીમ પીડિત મહિલાઓને લઈને રેવન્ના ઘરે પહોંચી હતી. આ દરમિયાન રેવન્નાની પત્ની ભવાની સહિત રેવન્નાના વકીલ અને કેટલાક JDS નેતા ઉપસ્થિત રહ્યા હતા. અગાઉ કર્ણાટકના મુખ્યમંત્રીએ પ્રજ્વલ મામલે ટોચના પોલીસ અધિકારીઓ અને એસઆઈટી ટીમ સાથે ઈમરજન્સી બેઠક યોજી હતી.

Summer 2024 ગરમીએ એપ્રિલમાં તોડ્યો 100 વર્ષનો રેકોર્ડ, જાણો મે મહિનામાં કેવું રહેશે હવામાન

રેવન્ના-પ્રજ્વલ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા 700 મહિલાઓની માંગ

રેવન્ના અને પ્રજ્વલ મામલે રાજ્યભરમાં રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે મહિલા અધિકાર જૂથની 700થી વધુ મહિલાઓએ રાષ્ટ્રીય મહિલા આયોગને પત્ર લખી પિતા-પુત્ર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માંગ કરી છે. મહિલાઓએ આ અભિયાન ગૂગલ ફોર્મ દ્વારા હાથ ધર્યું હતું. પત્ર લખનાર મહિલાઓએ રાષ્ટ્રીય મહિલા આયોગની નબળી પ્રતિક્રિયા સામે સવાલ ઉઠાવ્યા છે. અખિલ ભારતીય નારીવાદી ગઠબંધન, વીમેન ફૉર ડેમેક્રેસી અને મહિલા અધિકારો માટે લડતા અન્ય સંગઠનોના સભ્યોએ રાષ્ટ્રીય મહિલા આયોગને પત્ર લખી પિતા-પુત્ર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

ભાજપ અધ્યક્ષને સમન્સ જારી કરવા માંગ

આ પત્રોમાં 710 મહિલાઓની સહીઓ છે. તેમણે એચ.ડી.રેવન્ના અને પ્રજ્વલ રેવન્નાની ધરપકડ કરવા માંગ કરી છે. મહિલાઓએ એવી પણ માંગ કરી છે કે, પ્રજ્વલ રેવન્નાએ ડિસેમ્બર-2023થી અત્યાર સુધી કરેલા ગુનાહિત કાંડની સત્તાધારી પક્ષને મળેલી જાણકારી અંગે પૂછપરછ કરવા ભાજપ અધ્યક્ષને સમન્સ જારી કરવા માંગ કરી છે.

કોણ છે પ્રજ્વલ રેવન્ના?

પ્રજ્વલ રેવન્ના પૂર્વ પીએમ એચ.ડી.દેવગૌડાના પૌત્ર અને કર્ણાટક સરકારના પૂર્વ મંત્રી એચ.ડી. રેવન્નાના પુત્ર છે. તે હસન બેઠક પરનો સાંસદ છે અને આ વખતે પણ પાર્ટીએ તેમને હસન લોકસભા બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા છે. ઉલ્લેખનીય છે કે, રેવન્નાનો કથિત અશ્લીલ વીડિયો જાહેર થયા બાદ તે શનિવારે સવારે જ જર્મની ભાગી ગયો હતો. જો કે રેવન્નાએ દાવો કર્યો છે કે તેના વીડિયો સાથે છેડછાડ કરવામાં આવ્યા છે અને આ વીડિયો તેની ઈમેજને ખરાબ કરવા માટે જાહેર કરવામાં આવી રહ્યા છે.

Sanatan News Gujarat
Author: Sanatan News Gujarat

કલમ ધારદાર, ખબર ની આર પાર